Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

બોડેલીમાં બેફામ કારે બે બાઈક અને એક રિક્ષાને અડફેટે લીધા :પોલીસ ફિલ્મીઢબે કર્યો પીછો :બિયરનું ટીન મળ્યું

બેફમજ ઝડપે દોડતી કારે ફફડાટ ફેલાવ્યો ;એક શખ્શ ઝડપાયો ;ચાર ફરાર

વડોદરાના કેટલાક શખ્સો છોટા ઉદ્દેપુરથી પરત ફરતા સમયે બોડેલી નગરમાં કાર લઇને ઘૂસ્યા હતા. આ શખ્સો દારૂ પીધેલી હાલતમાં હોય તેઓએ બેફામ રીતે કાર હંકારીને બે બાઇક અને એક રીક્ષાને અડફેટે લીધી હતી. જે બાદ બોડેલી પોલીસે આ શખ્સોની કારનો ફિલ્મી ઢબે પીછો કરીને કારને મોડાસર પાસે આંતરી હતી.

જેમાં કારમાં સવાર એક શખ્સ ઝડપાયો હતો. જ્યારે બાકીના ચાર ફરાર થઇ ગયા હતા. તો પોલીસે કારની તપાસ કરતા તેમાંથી બીયરનું ટીન મળી આવ્યુ હતું. ત્યારે બેફામ કારે બોડેલી નગરમાં ફફડાટ ફેલાવી દેવાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હોવાથી પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

(11:37 pm IST)