Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

અમદાવાદ ખાતે પારો ૪૨થી ઉપર રહ્યો : લોકો ત્રાહિમામ

ઉંચા તાપમાનના કારણે જનજીવન ઉપર અસર : ગરમીમાં હજુ પણ વધુ વધારો થવાની શક્યતા : રાજ્યના અનેક ભાગોમાં પારો ૪૨થી ઉપર રહેતા લોકો પરેશાન

અમદાવાદ, તા.૨૫ : ગુજરાતમાં કાતિલ ગરમીનું મોજુ ફર વળ્યું છે. ગરમીના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ અમદાવાદમાં પણ લોકો ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. ઉંચા તાપમાનના કારણે જનજીવન ઉપર પણ માઠી અસર થઇ છે. આજે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી રહ્યું હતું. બીજી બાજુ અમદાવાદ ઉપરાંત જે વિસ્તારમાં પારો ૪૨ રહ્યો હતો તેમાં ગાંધીનગરમાં ૪૨.૬, અમરેલીમાં ૪૨.૮, રાજકોટમાં ૪૨.૪, સુરેન્દ્રનગરમાં ૪૨.૩ અને ભુજમાં ૪૨ ડિગ્રી સુધી પારો રહ્યો હતો. આગામી ચાર દિવસ માટે હિટવેવની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગના કહેવા મુજબ મહત્તમ તાપમાનમાં હજુ પણ બેથી ત્રણ ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, સુરન્દ્રનગરમાં તાપમાન ઉંચુ રહી શકે છે. હવામાન વિભાગના કહેવા મુજબ પ્રદેશમાં નિચલી સપાટી ઉપર ઉત્તર પશ્ચિમ પવનો ફુંકાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તાપમાનમાં કોઇ વધારે ફેરફાર થાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. સૌરષ્ટ્ર કચ્છમાં જનજીવન ઉપર માઠી અસર થઇ છે. તીવ્ર ગરમી વચ્ચે વાયરલ ઇન્ફેક્શનના કેસો વધી રહ્યા છે. આગામી દિવસોમાં ગરમીના પ્રમાણમાં વધુ વધારો થવાની સ્થિતિ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ હિટવેવથી બચવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે. જુદી જુદી જગ્યા પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત હિટવેવની સ્થિતિ વચ્ચે સાવચેતી રાખવા માટ ેસલા પણ આપવામાં આવી છે. આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની પૂરી શકયતા છે ત્યારે લોકો અત્યારથી જ બળબળતીથી ગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયા છે. મહત્તમ તાપાનમાં સતત વધારો થતાં લોકો પરેશાન થયેલા છે. સાથે સાથે બાળકો અને મોટી વયના લોકો બિમારીના સકંજામાં આવી ગયા છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ ૪૨થી પણ ઉપર પારો પહોંચી ગયો હતો. કાળઝાળ ગરમીનો અનુભવ બપોરના ગાળામાં લોકોએ કર્યો હતો અને રસ્તાઓ સુમસામ બન્યા હતા. કાતિલ ગરમીથી લોકો હવે પરેશાન થવા લાગ્યા છે. હવામાન વિભાગે કહ્યું છે કે, ઉત્તર ગુજરાત ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠાના જુદા જુદા ભાગોમાં સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અનેક વિસ્તારોમાં તીવ્ર ગરમીનું મોજુ ફરી વળ્યું છે. અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ કાતિલ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. અમદાવાદ માટેની આગાહીમાં પણ ચિંતાજનક બાબત દર્શાવવામાં આવી છે.  વધતી જતી ગરમીને લઇને લોકો હવે સાવચેત થઇ ગયા છે. બપોરના ગાળામાં પંખા અને એસીનો ઉપયોગ ભરપુર થવા લાગી ગયો છે. આજે જુદા જુદા વિસ્તારોમાં પારામાં આંશિક ફેરફાર થયો હતો.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૨૫ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં મત્તમ તાપમાન નીચે મુજબ રહ્યું હતું.

સ્થળ........................................... મહત્તમ તાપમાન

અમદાવાદ....................................................... ૪૨

ડિસા............................................................ ૩૯.૪

ગાંધીનગર................................................... ૪૨.૬

વડોદરા........................................................ ૪૧.૪

વીવીનગર.................................................... ૩૯.૨

અમરેલી....................................................... ૪૨.૮

રાજકોટ........................................................ ૪૨.૪

સુરેન્દ્રનગર................................................... ૪૨.૩

ભુજ................................................................. ૪૨

કંડલા એરપોર્ટ............................................... ૩૮.૪

સુરત........................................................... ૩૯.૪

ભાવનગર..................................................... ૩૯.૧

(8:22 pm IST)
  • રાજકોટમાં ૪૦.૨ ડિગ્રી: વરસતી અગ્નિવર્ષા વચ્ચે ૧૦ કિ.મી.ની ઝડપે ફૂંકાતી લૂ : સાંજ સુધી ગરમીમાં હજુ એકથી દોઢ ડિગ્રીનો વધારો થવા સંભવ access_time 3:44 pm IST

  • CJI કેસમાં સુપ્રિમ કોર્ટનો ફેંસલો : રિટાયર્ડ જસ્ટીસ એ.કે. પટનાયક તપાસ કરશે : ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ પર લાગેલા યૌન શોષણના આરોપના મામલામાં સુપ્રિમ કોર્ટે પોતાનો ફેંસલો સંભળાવતા તપાસ કમીટીની રચના કરી છે : રિટાયર્ડ જસ્ટીશ એ.કે. પટનાયક સમગ્ર મામલાની તપાસ કરશે : CBI, IB, દિલ્હી પોલીસ તપાસમાં મદદ કરશે : બૈંસનું સોગંદનામુ સાચુ છે કે ખોટુ તેની તપાસ હાથ ધરાશે access_time 3:42 pm IST

  • કોંગ્રેસ સત્તામાં હોય છે ત્યારે આતંકવાદીઓ અને માઓવાદીઓનો આત્મવિશ્વાસ વધે છે :વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકારા પ્રહાર કરતા લોહરદગામાં ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી માત્ર એક પરિવાર માટે વિચારે છે અને તેના માટે જ સમર્પિત છે :અન્ય તેના માટે માત્ર વોટબેન્ક છે access_time 1:08 am IST