Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

આણંદથી સુરત જતી ટ્રેનમાં અજાણ્યા યુવકે મહિલાની નજર સેરવી બે પર્સની ઉઠાંતરી કરી

આણંદ: શહેરથી સુરત જતી વખતે ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેનમાં ચઢતી વખતે એક અજાણ્યા યુવાને મહિલાની નજર ચૂકવીને લેડીઝ પર્સની ચેઈન ખોલીને તેમાંથી બે નાના પર્સ કે જેમાં બે હજાર રોકડા, એટીએમ કાર્ડ વગેરે હતુ તેની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે આણંદ રેલવે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર સુરત ખાતે રહેતા ઉમેકુલસુમબેન ઈદ્રીશભાઈ વ્હોરા ગત ૨૧મી તારીખના રોજ આણંદથી સુરત જવા માટે પતિ સાથે આણંદના રેલવે સ્ટેશને આવ્યા હતા. 

(6:29 pm IST)