Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

કપડવંજ તાલુકાના અંતિસરમાં બે જુદી-જુદી જગ્યાએ વીજ ચોરીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ

કપડવંજ: તાલુકાના અંતિસર તેમજ ચીખલોડ નજીક ખેતરોમાંથી પસાર થઈ રહેલ વીજ થાંભલા પરના ૬ હજાર મીટર કરતાં વધુ વીજ વાયરોની ચોરી કરી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. આ બાબતે પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે તપાસ હાથ ધરી છે. 

કપડવંજ તાલુકાના અંતીસર ગામની સીમ નજીક ઝાલા વિસ્તારમાંથી પસાર થતી દેવપુરા ફિડરમાં આવતી ભારે દબાણની ૧૧ કે.વી વિજ જોડાણની મેઈન લાઈન પસાર થાય છે. આ ખેતીવિષયક વીજજોડાણની થ્રી-ફેઝ લાઈનના કુલ ૩૨ પોલના આશરે ૪૯૦૩ મીટરના રૂ.૧,૪૬,૨૪૦ કિંમતના ઓલએલોય (એલ્યુમિનીયમ ધાતુ) ના વાયરો તેમજ કપડવંજ તાલુકાના ચીખલોડ તાબે બામણીયાલાટ સીમમાંથી પસાર થતાં ખેતીવિષયક વીજ જોડાણની થ્રી-ફેઝ લાઈનના કુલ ૨૩ પોલના આશરે ૧૫૭૧ મીટરના રૂ.૪૬,૯૩૦ કિંમતના ઓલએલોય (એલ્યુમિનીયમ ધાતુ)ના વાયરો ગત તારીખ ૫-૪-૧૯ ના રોજ રાત્રિના સમયે કોઈ તસ્કર ચોરી ગયાં હતાં. 

(6:28 pm IST)