Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

નડિયાદના ચકલાસીમાં ઘર નજીક કચરો નાખવા બાબતે ભાઈ-ભાભી પર હુમલો કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ: તાલુકાના ચકલાસી તાબે દેવનગરમાં નાની નહેર નજીક ત્રણ ગેટના ગરનાળા પાસે રહેતાં એક ઈસમે ઘર આગળ કચરો નાંખવા બાબતે તેની બાજુમાં રહેતાં ભાઈ-ભાભીને માર મારતાં ચકચાર મચી છે. આ બનાવ અંગે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના ચકલાસી તાબે દેવનગરમાં રહેતાં મંજુલાબેન ભગાભાઈ વાઘેલા ગતરોજ સાંજના સમયે પોતાના ઘરે જમવાનું બનાવી રહ્યાં હતાં. તે દરમિયાન બાજુમાં જ રહેતાં તેમના દિયર શનાભાઈ જશુભાઈ વાઘેલા અપશબ્દો બોલતાં બોલતાં મંજુલાબેનના ઘર આગળ આવી ચડ્યાં હતાં અને તુ મારા ઘર આગળ કચરો કેમ નાંખે છે તેમ કહી મંજુલાબેનને ઠપકો આપવા લાગ્યાં હતાં. ત્યારે મંજુલાબેને અપશબ્દો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઈ ગયેલા શનાભાઈએ હાથમાના ધારીયા વડે મંજુલાબેન પર હુમલો કરતાં તેઓ લોહીલુહાણ થઈ ગયાં હતાં. ત્યારે ઘરમાં હાજર મંજુલાબેનના પતિ ભગાભાઈ છોડાવવા વચ્ચે પડતાં શનાભાઈએ તેમને પણ માર માર્યો હતો. 

(6:21 pm IST)