Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

નડિયાદના મંજીપુરા રોડ નજીક સામાન્ય બાબતે કોન્ટ્રાકટર અને મકાન મલિક બાખડ્યા: કોન્ટ્રાક્ટરને અદાલતે એક વર્ષની સજાની સુનવણી કરી

નડિયાદ: તાલુકાના મંજીપુરા રોડ પર સન ૨૦૧૩માં સામાન્ય પ્રશ્ને કોન્ટ્રાક્ટર અને મકાન માલિક વચ્ચે મારામારી થઈ હતી. જે બાબતે નડિયાદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ નડિયાદ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે આરોપીને કસુરવાર ઠેરવી એક વર્ષની સખત કેદની સજા ફટકારી છે. 

મળતી માહિતી મુજબ નડિયાદ મંજીપુરા રોડ પર રહેતાં અમૃતભાઈ કેશવભાઈ મકવાણાને પોતાનું મકાન બનાવવાનું હોઈ આ બાબતનો કોન્ટ્રાક્ટ સને ૨૦૧૩માં આ વિસ્તારમાં જ રહેતાં લલીત ઉર્ફે બબલુ તુલસીભાઈને આપ્યો હતો. 

(6:09 pm IST)