Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

બનાસકાંઠાના ભાભરમાં ફિલ્મી ઢબે લૂંટ ચલાવી રફુચક્કર થનાર બે સગીર સહીત ચાર શખ્સોને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યા

બનાસકાંઠા: શહેરના ભાભરમાં  સોની વેપારીની ફિલ્મી ઢબે કરાયેલ લૂંટનો  પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી દીધો છે અને લૂંટના મુદ્દામાલ સાથે બે સગીર સહિત ચાર આરોપીની અટકાયત કરી છે .ભાભરના સોની બજારમાં કામ કરતા એક યુવકને રાતોરાત લખપતિ બનવાના અભરખા જાગતા તેને બે સગીરોની મદદથી એક સોની વેપારી પાસેથી રૃા. ૧૯.૨૫ લાખની મતા ભરેલી બેગની ફિલ્મી ઢબે લૂંટ ચલાવી હતી.

ભાભરમાં ગત તા. ૨૧-૪-૧૯ની સાંજે સોની બજારમાં ઠક્કર જ્વેલર્સ નામની સોના, ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા વૃધ્ધ વેપારી સગાળચંદ ધારસીભાઈ ઠક્કર સાંજે પોતાની દુકાન વધાવીને રૃા. ૧૮.૨૫ લાખના ૭૩ તોલા સોનાના દાગીના અને રૃા. ૨૦ હજારની કિંમતના ૫૦૦ ગ્રામ ચાંદીના દાગીના તેમજ ૮૦ હજાર રોકડ રકમ સહિત રૃા. ૧૯.૨૫ લાખની મતા બેગમાં ભરી ચાલતા પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન આઝાદ ચોક નજીક જનતા હોટલ પાસે લાલ કલરના પલ્સર બાઈક ઉપર આવેલા બે લબરમુછીયા યુવકોએ રસ્તે જતા આ વૃધ્ધ વેપારીના ખભે લટકાવેલ દાગીના ભરેલી બેગ લઈને ફિલ્મી ઢબે નાસી છુટયા હતા.

(6:08 pm IST)