Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ડાંગ જિલ્લામાં આંઠ વર્ષીય માસુમ બાળકે ટીવીના રિમોટ સાથે વિસ્ફોટક પદાર્થ જોડ્યો:ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે

વાંસદા:ડાંગ જિલ્લાનાં ઘોડવહળ ગામનાં આઠ વર્ષિય માસૂમ બાળકે ટીવીનાં રીમોટ સાથે વિસ્ફોટક પદાર્થ જોડી દેતા મોટો ધડાકો થવાથી સાથે બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે શામગહાન સી.એચ.સી. ખાતે ખસેડાયો હતો.

વઘઈ તાલુકામાં સમાવિષ્ટ ઘોડવહળ ગામનાં ભાગવતભાઈ ભુસારાનો ૮ વર્ષીય પુત્ર સુરજ ભુસારા બુધવારે સવારે ગામમાં ચાલતા કુવા અથવા તો ડેમનાં સાઈટેથી પથ્થર તોડવાનો ડિટોનેટર વાયર સાથે જોડાયેલી હાલતમાં ઘરે લઈ આવ્યો હતો, બાદમાં સુરજે અજાણતામાં અને રમત રમત ડિટોનેટરનાં વાયરને રીમોર્ટનાં સેલ સાથે જોડી દેતા અચાનક જ ધડાકો થઈ ફાટતા બાળકનાં જમણા હાથ અને પેટનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવારનાં અર્થે શામગહાન સી.એચ.સી. ખાતે ખસેડાયો હતો. 

(6:06 pm IST)