Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

વ્યારાના સોનગઢમાં આરટીઓ ચેક પોસ્ટ નજીક દારૂ ભરેલ કારમાં આગ ભભુકતા ડ્રાઈવર ગાડી મૂકી રફુચક્કર: પોલિસે 3 બોટલ જપ્ત કરી

વ્યારા:સોનગઢનાં નવા આરટીઓ ચેક પોસ્ટ પાસેથી પસાર થતી ઈનોવા કારમાં બોનેટનાં ભાગે આગ લાગી હતી. અંદર દારૂ ભરેલો હોવાથી ચાલક કાર મુકી નાસી ગયો હતો. આસપાસનાં લોકોએ કારમાં લાગેલી આગ બુઝાવી તો કેટલાક લોકોએ દારૂની બોટલોની લૂંટ ચલાવી હતી. સ્થળ પર આવેલ પોલીસનાં હાથે માત્ર ૩ બાટલી ઝડપાઈ હતી.

સોનગઢનાં નવા આર.ટી.ઓ. ચેકપોસ્ટ પાસે નવાપુરથી સોનગઢ તરફ આવતી ટોયાટો ઈનોવા કાર (નં.જીજે-પ-સીજી-૯૦૭૫)માં બોનેટનાં ભાગે ધુમાડો નીકળી આગ લાગી હતી. કારમાં પરપ્રાંતીય દારૂની બાટલી રાખી હોવાથી અજાણ્યો કાર ચાલક કાર છોડી નાસી ગયો હતો. આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો. 

(6:05 pm IST)