Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

વડોદરામાં પ્રેમી દગો દઈ પ્રેમિકાને સુરતના શખ્સને વેચી દઈ કુમાર્ગે મોકલી દેતા તપાસ શરૂ

વડોદરા: શહેરના કૂટણખાનામાં પકડાયેલી બાંગ્લાદેશી યુવતીને તેના પ્રેમીએ જ દગો દઇ સુરતના દલાલ સાથે સોદો કર્યો હોવાની વિગતો બહાર આવી છે.

મકરપુરા બસ ડેપો પર ભૂલી પડેલી સોનિયા નામની ૨૨ વર્ષીય યુવતીની ભાષા સમજ પડે તેમ નહીં હોઇ ટીમ અભયમે બંગાળી વ્યક્તિ પાસે પૂછપરછ કરાવતાં કારેલીબાગ એમઆઇજી  ફ્લેટમાં ચાલતા કૂટણખાનાનો ભાંડો ફૂટયો હતો.

કારેલીબાગ પોલીસના પીઆઇ આર એ જાડેજાએ કૂટણખાનાની તપાસ કરી ૬ યુવતીઓને છોડાવી એક યુવતીની ધરપકડ કરી હતી.જ્યારે,૭ દલાલની પણ ધરપકડ કરી હતી.કૂટણખાનાનું પગેરૃં સુરતના બાંગ્લાદેશી દલાલ આલાઅમીન સુધી પહોંચ્યું હતું.

(6:04 pm IST)