Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

વડોદરાના ફતેગંજ બ્રિજ નજીક પુરપાટ ઝડપે જતા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાઈ: ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

વડોદરા:શહેરના ફતેગંજ બ્રિજ પર આજે બપોરે વધુ એક વાર અકસ્માતના બનાવ બન્યો હતો. બ્રિજ પરથી પુરઝડે જઈ રહેલા કારચાલકે સ્ટિઅરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ભટકાઈને પલ્ટી ખાઈ ગઈ હતી. આ બનાવના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા પોલીસે કારને સાઈડમાં ખસેડીના ટ્રાફિક વ્યવહાર પુર્વવત કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ફતેગંજ બ્રિજ પર આજે બપોરના સમયે પુરઝડટપે જતી મહિન્દ્રા એસયુવી કારના ચાલકે અગમ્ય કારણોસર સ્ટિઅરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કારની સ્પીડ વધુ હોઈ કાર ડિવાઈડર સાથે ભટકાયા બાદ પલ્ટી ખાઈ હતી. આ બનાવ દરમિયાન નજીકથી પસાર થતા મુકેશભાઈ નામના બાઈકચાલકને કારની ટક્કર વાગતા તે પડી જતાં તેમને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

(6:02 pm IST)