Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

વડોદરાના પૂર્વ વિસ્તારમાં 100થી વધુ સોસાયટીના લોકોને દુષિત પાણી પીવાની નોબત આવી: કોર્પોરેશન વિરુધ્ધ લોકોમાં રોષ જોવા મળ્યો

વડોદરા:શહેરના પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાને કારણે ઉહાપોહ થતાં કોર્પોરેશનનું તંત્ર દોડતું થયું હોવા છતાં હજી કોઇ જ ઉકેલ નહીં આવતાં રહીશોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે.

વાઘોડિયારોડ વિસ્તારની રામવાટિકા પાછળની સોસાયટીઓ,નાલંદા ટાંકી વિસ્તારની સોસાયટીઓ તેમજ મહેશ કોમ્પ્લેક્સ અને આસપાસની સોસાયટીઓ સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી આવી રહેલા દૂષિત પાણીને કારણે નગરજનોના સ્વાસ્થ્ય પર ખતરો મંડાઇ રહ્યો છે.

કોર્પોરેશનના અધિકારીઓ અને મંત્રી સહિતના પદાધિકારીઓએ દોડધામ કરી હોવા છતાં પરિસ્થિતિમાં હજી કોઇ જ ફેર પડયો નથી અને પીળા રંગનું પાણી આવી રહ્યું છે.કેટલાક સ્થળે તો દુર્ગંધ મારતું પાણી પણ આવી રહ્યું હોવાની બૂમો પડી રહી છે

(6:00 pm IST)