Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

વડોદરામાં 1824 ઈવીએમ અને વીવીપીએટી સાચવેલ રૂમની સુરક્ષા વ્યવસ્થા એક મહિના સુધી સ્ટ્રોંગ રીતે કરવામાં આવશે

વડોદરા:પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી કેન્દ્ર ખાતે વડોદરા લોકસભા બેઠકના સાત વિધાનસભા વિસ્તારો પ્રમાણે સાત સ્ટ્રોગ રૃમોમાં કુલ ૧૮૨૪ ઈવીએમ અને વીવીપીએટી સુરક્ષિત રીતે સાચવવા માટે મુકી દેવાયા છે. આ સ્ટ્રોગ રૃમોને ઉમેદવારો અથવા તેમના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સીલ કરવામાં આવ્યા છે.

પોલિટેકનિક કોલેજ ખાતે આજે જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલ, ઓબ્ઝર્વરો અને શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતે સ્ટ્રોગ રૃમની મુલાકાત લીધી હતી. પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે પોલિટેકનિક કોલેજ ખાતે એક માસ સુધી ઇવીએમ અને વીવીપીએટીને લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સાતવવામાં આવી રહ્યા છે. મતગણતરી પૂરી ના થાય ત્યાં સુધી ૨૪ કલાક પોલિટેકનિક કોલેજ ખાતે સ્ટ્રોંગ રૃમો તેમજ સમગ્ર પરિસરની ચુસ્ત સુરક્ષા કરવામાં આવી છે.

(5:59 pm IST)