Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

વડોદરાના ગાજરીવાડીમા બાળકોના ઝઘડામાં બે પરિવાર બાખડ્યા: સામસામે હુમલો થતા પોલીસ ફરિયાદ

વડોદરા:વાડીમાં ક્રિકેટ રમતા બાળકોના કારણે થયેલા ઝઘડામાં એક પરિવારે બીજા પરિવાર પર હુમલો કર્યો હતો. જે અંગે વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંગેની વિગત એવી છે કે વાડી ભાટવાડા વિસ્તારમાં ગઇકાલે બાળકો  ક્રિકેટ રમતા હતા અને રસ્તા પર પથ્થરો મૂક્યા હતા. દરમિયાન વાડી  મારૃ ફળિયામાં રહેતા ભરતભાઈનો પુત્ર બાઈક લઈને આવતો હતો અને રસ્તા વચ્ચે મૂકેલા પથ્થરોના કારણે તેની બાઈક સ્લીપ થઈ ગઈ હતી. જે બાબતે ઝઘડો થતાં ભરતભાઈના પરિવારે લાકડી વડે ક્રિકેટ રમતા બાળકના માતા-પિતા પર હુમલો કર્યો હતો. અને મહિલાનું ગળુ દબાવી વાળ ખેંચી ઈજા પહોંચાડી હતી. જે અંગે ભરતભાઈ  ભરતભાઈના પત્ની અને બે બાળકો વિરૃધ્ધ વાડી પોલીસ સ્ટેશનમાં છેડતી અને મારામારીનો ગુનો દાખલ થયો છે.

(5:58 pm IST)