Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા ગુજરાતમાંથી ભાજપ-કોંગ્રેસના કાર્યકરો આબુ ફરવા ઉપડ્યા

અમદાવાદ: દેશમાં લોકસભા ચૂંટણી (Loksabha Election 2019)ને લઇને સાત તબક્કામાં મતદાન પ્રક્રિયા યોજવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં ત્રણ તબક્કામાં મતદાન પૂર્ણ થઇ ગયું છે. જેમાં ગુજરાત લોકસભાની તમામ 26 બેઠકો પર 23મી એપ્રિલનના રોજ મતદાન પૂર્ણ થઇ ગયું છે. ત્યાર રાજ્યમાં ચૂંટણી મતદાન પૂર્ણ થતા જ રાજકીય પક્ષના નેતા, ધારાસભ્ય અને કાર્યકર્તાઓએ હાશકારો અનુભવી રહ્યા છે.

લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ સમગ્ર દેશમાં રાજકીય નેતાઓ, ધારાસભ્યો, આગેવાનો તથા કાર્યકર્તાઓ સહીત પાર્ટીના તમામ લોકો ચૂંટણી કામે લાગી ગયા છે. પક્ષને જીતાડવા માટે નેતા હોય કે પછી કાર્યકર્તા તમામ લોકોએ ચૂંટણી પ્રચાર માટે રાત દિવસ એક કરી દીધા હતા. ત્યારે 23મીએ ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ બેઠકો પર મતદાન પૂર્ણ થઇ જતા, તમામ કાર્યકરોએ હાશકારો અનુભવી રહ્યાં છે. તેમજ મોટાભાગના કાર્યકરોએ શહેરની નાની મોટી હોટલ કે પછી હાઇવે પરના ધાબા જેવી જગ્યાએ જઇને સ્વાદિષ્ટ ભોજનની મજા માણી હતી.

તો બીજી બાજુ ભાજપ-કોંગ્રેસના કાર્યકરો રાજ્ય બહાર જઇ જેવાં કે મુંબઇ, માઉન્ટ આબુ, ઉદેપુર, જયપુર જેવા સ્થળો પર આરામ અને ચૂંટણીના કામકાજનો થાક ઉતારવાના કાર્યક્રમો બનાવ્યા હતા. તો કેટલાક કાર્યકરો રાજ્યની બોર્ડર પાસે ફામ હાઉસો જેવા સ્થળો પર જઇ ચૂંટણી કામકાજનો થાક ઉતારવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જેમાં સ્વાદિષ્ટ ભોજનથી લઇને છાંટાપાણી સહીતની વ્યવસ્થા કરવામાં આવી હતી.

(4:47 pm IST)