Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

સુરતના મોટા ગજાના અગ્રણી કિશોર ભજીયાવાળા ભીંસમાં : સંપત્તિની આજે હરરાજી

૭૧ ચીજોની ઓનલાઇન હરરાજી : આવકવેરા તંત્ર ૭ કરોડ મેળવવાની વેતરણમાં

સુરત તા. ૨૫ : સુરતનાં ઉધનાનાં ફાયનાન્સર કિશોર ભજીયાવાળાના દાગીનાની ઓનલાઈન હરાજી થવાની છે. મહત્વનું છે કે તેની આવક કરતાં સંપત્તિ કેસમાં ઇડી અને આઇટીએ કાર્યવાહી કરી હતી. નોટબંધી બાદ પાડવામાં આવેલા દરોડામાં હજાર કરોડની ડિમાન્ડ ઉભી થઇ હતી. ફાયનાન્સરની ૭૧ જેટલી કિંમતી વસ્તુઓની ઓનલાઈન હરાજી કરાશે. ઇન્કમટેકસ વિભાગ આ હરાજી દ્વારા રૂપિયા સાત કરોડ ઊભા કરવાની તજવીજમાં છે.

કિશોર ભજીયાવાલાનાં સોના ચાંદીનાં દાગીના, લુઝ હીરા અને મોંઘીદાટ ઘડિયાળ તેમજ કિંમતી જવેલરીની ઓનલાઈન હરાજી આજે થશે. સુરત, નવસારી, અમદાવાદ અને વડોદરાનાં ૧૬ વેપારીઓ અને બિલ્ડરો આ હરાજીમાં ભાગ લઇ રહ્યા છે. હરાજી માંથી રૂ. આ હરાજીમાં ૭ કરોડ આવક થવાની આઇટી વિભાગ ને આશા છે. જેમાં કેટલાંક જવેલર્સ આવશે. હરાજી માટે કુલ આઠ લોટ પાડવામાં આવ્યા છે.

(3:49 pm IST)