Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

હું વધારે સમય જેલમાં રહીશ તો માનસિક સ્થિતિ બગડી જશે : ભાર્ગવી શાહે કોર્ટમાં જમીન અરજી

આરોપીને જામીન અપાય તો પુરાવા સાથે ચેડાં થવાની શકયતા ;સીઆઇડી ક્રાઇમે કર્યો વિરોધ

અમદાવાદ : સમગ્ર રાજયમાં ચકચારી બનેલા વિનય શાહના એકના ડબલ કરી આપવાની આર્ચર કેર કંપનીની સ્કીમનું ઉઠામણું થઈ ગયા બાદ કુલ 260 કરોડનું કૌભાંડ બહાર આવ્યું હતું. જેમાં વિનય શાહની પત્ની ભાર્ગવી શાહે કોર્ટમાં જામીન અરજી કરી છે. આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, 'હું વઘારે સમય જેલમાં રહીશ તો મારી માનસિક સ્થિતિ બગડી જશે.'

  ભાર્ગવી શાહે એક અરજી કરી છે કે, 'હું વધુ સમય જેલમાં રહીશ તો મારી માનસિક સ્થિતિ બગડી જશે. જ્યારે સીઆઇડી ક્રાઈમે વિરોધ કર્યો છે કે, આરોપીને જામીન અપાય તો પુરાવા સાથે ચેડાં થાય તેવી શક્યતા રહેલી છે.'

   અત્રે ઉલ્લેખનીય છે કે સીઆઈડી ક્રાઈમની ટીમે વિનય શાહના ઘરે તપાસ કરીને 43 લાખ રૂપિયા રોકડા તેમજ ઓફિસમાંથી 35 કોમ્પ્યુટર કબ્જે કર્યા હતા. અમદાવાદના વસ્ત્રાપુરના વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે થલતેજના રેસીડેન્ટ હાઉસમાં વર્લ્ડ કલેવર એક્સ સોલ્યુશન નામની ઓફીસ કરીને રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી સમગ્ર રાજયના લોકોને છેતર્યા હતા અને કુલ 260 કરોડ રૂપિયાનું ચીટીંગ કર્યું હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ સંદર્ભે વિનય અને તેની પત્ની ભાર્ગવી સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે તેની ઓફીસને સીલ કરી દીધી હતી

(11:33 am IST)