Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

તાપી-સોનગઢ ચેકપોસ્ટ પાસે ઇનોવા કારમાં અચાનક આગ :વિદેશી દારૂની બોટલો મળી

સુરત પાસિંગની ઇનોવા કાર નંબર GJ 5 CG 9075 તાપી-સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પાસેથી પસાર થઇ રહી હતી. ત્યારે તેમાં અચાનક આગ લાગી હતી.

   ગુજરાતમાં કાર અકસ્માત બાદ કારમાંથી વિદેશી દારુ મળવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. દક્ષિણ ગુજરાતમાં આવેલા તાપી સોનગઢ ચેકપોસ્ટ પાસે ઇનોવા કારમાં આગ લાગી હતી. ત્યારે કારનું બોનેટ ખોલીને જોતા કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. દારૂની બોટલો મળી આવતા કાર ચાલક કાર મુકીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી 

(11:08 am IST)