Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

વડોદરા:પાદરામાં કુવામાં કૂદીને વૃદ્ધનો આત્મહત્યાનો પ્રયાસ: ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ બહાર કાઢયા

બપોરે વૃદ્ધે કોઇ કારણસર આ કૂવામાં ભૂસકો માર્યો:પોલીસ ઘટના સ્થળે પહોંચી

વડોદરા: જિલ્લાના પાદરામાં મહાદેવના મંદિરની બાજુમાં આવેલા કુવામાં એક વૃદ્ધે કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગામ લોકો જોઇ જતાં ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરતા ફાયરની ટીમે તેમને એક કલાકની જહેમત બાદ બહાર કાઢ્યા હતા.

  આ અંગે જાણ થતા પાદરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી બપોરના સમયે એક વૃદ્ધે કોઇ કારણસર આ કૂવામાં ભૂસકો માર્યો હતો. જોકે, ગામ લોકો જોઇ જતાં ફાયર બ્રિગેડને જાણ કરતા. તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે એક કલાકની ભારે જહેમત બાદ વૃદ્ધને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

(11:07 am IST)