Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

અરવલ્લીમાં નકલી સાધુઓ ઝડપાયા:છોકરીઓ ઉઠાવતી ગેંગ હોવાના આક્ષેપ :લોકોએ દોરડા વડે બાંધીને લમધાર્યા

નકલી સાધુઓનું સરઘસ કાઢયું : મેઘરજ તાલુકાના નવાગામનો વીડિયો હોવાનું અનુમાન

 અરવલ્લી જિલ્લાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં નકલી કિન્નરો નહીં પરંતુ નકલી સાધુઓ પકડાયા હતા. જેમને દોરી વડે બાંધીને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ નકલી સાધુઓનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું.

   મળતી માહિતી પ્રમાણે અરવલ્લીમાં આ સાધુઓ છોકરીઓ ઉઠાવતી ગેંગ હોવાના આક્ષેપ સાથે સ્થાનિક લોકોએ તેમને પકડીને દોરડા વડે બાંધીને માર્યા હતા સાથે તેમનું બીજા ગામ સુધી સરઘસ પણ કાઢ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ વીડિયો અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નવાગામનો વીડિયો હોવાનું માનવામાં આવી રહ્યું છે

   વીડિયોમાં દેખાય છે એમ ચાર યુવકો સાધુનો વેશ ધારણ કરેલો છે. સ્થાનિક લોકોના માનવા પ્રમાણે આ ચારે સાધુઓ નકલી સાધુઓ છે અને તેઓ છોકરીઓ ઉઠાવતી ગેંગના હોવાનો આક્ષેપ છે. જેના પગલે સ્થાનિક લોકોએ આ ચારે નકલી સાધુઓને દોરડા વડે બાંધીને માર માર્યો હતો. વીડિયોમાં જોઇ શકાય છે એમ એક યુવકે ચારેને એક જ દોરડા વડે બાંધ્યા છે અને દોરડાના બીજા છેડાથી ચારને મારે છે.
 ત્યારબાદ અન્ય એક યુવક દોરડાને આગળ ખેંચીને ચારનું સરઘસ કાઢે છે અને પહેલો યુવક હાથમાં લાકડી લઇને ચારે નકલી સાધુઓને લાકડી વડે ફટકારે છે. ચારે યુવકો પોતાને છોડવા માટે આજીજી કરે છે પરંતુ યુવક તેમને ઢોર મારી રહ્યો છે

(10:45 am IST)