Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

અમદાવાદમાં ગરમી ભુક્કા બોલાવશે :શનિ-રવિવારે રેડ એલર્ટ જાહેર :તાપમાનનો પારો 45 ડિગ્રીએ આંબશે

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભયાનક ગરમી પાડવાની હવામાન વિભાગની ચેતવણી

અમદાવાદ ;અમદાવાદમાં ગરમી ભુક્કા બોલાવશે હવામાન વિભાગે આવનારા 5 દિવસમાં રાજ્યમાં તાપમાનનો પારો 43થી 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે એવી ચેતવણી આપી છે. એપ્રિલ મહિનામાં આ અગાઉ 2002માં પારો 45 ડિગ્રીએ આંબી ગયો હતો. એટલે કે આ વખતે એપ્રિલની ગરમી 17 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે.અમદાવાદમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ સર્જાય એમ છે. ગુરુવારે શહેરમાં ઑરેન્જ અને શનિ-રવિવારે રેડ એલર્ટની અપાઈ છે.

  હવામાન વિભાગે બપોરે જરૂરી કામ સિવાય બહાર નહીં.નીકળવાની સલાહ આપી છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે ગુજરાત પર ઉત્તર-પશ્ચિમી ગરમ હવાનું મોજુ ફરી વળે એમ છે.સાથે જ બંગાળની ખાડી પર પણ એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે.વાવાઝોડું ગુજરાત પર આવતા પવનમાંથી ભેજ ખેંચી લે છે. જેના કારણે ગરમ અને સૂકા પવનો ફૂંકાશે. ચાર દિવસો દરમિયાન અમદાવાદમાં 28 એપ્રિલ રવિવારે ગરમીનો પારો 45 ડિગ્રી પાર થવાની વકી હવામાન વિશેષજ્ઞએ કરી છે.

(10:16 am IST)