Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ડીસાના ભાચરવા ગામે જનરલ સ્ટોરમાં અચાનક આગ ભભૂકી :ફાયર બ્રિગેડ દોડ્યું

આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખી દુકાન આગની લપેટમાં ઘેરાઈ :તમામ માલસામાન બળીને ખાખ

બનાસકાંઠાના ડીસા તાલુકામાં આવેલ ભાચરવા ગામે એક જનરલ સ્ટોરમાં આગ લાગતા નાસભાગ મચી હતી.ગણેશ જનરલ સ્ટોર નામક દુકાનમાં આજે વહેલી સવારે અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.કોઈ કઈ સમજે તે પહેલા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી દુકાન આગની લપેટોમાં ઘેરાઈ ગઈ હતી.

  બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ તે પહેલા જ દુકાનમાં રહેલો તમામ માલ સામન બળીને ખાક થઈ ગયો હતો. પ્રાથમિક ધોરણે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સદનસિબે આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજાના સમાચાર નથી.

(10:15 am IST)
  • અમેરીકા અને ઓમાનને વન-ડે આંતરરાષ્ટ્રીય ટીમનો દરજ્જો : આઈસીસી દ્વારા અમેરિકા અને ઓમાનને વન-ડે આંતરરાષ્ટ્રીય ટીમનો દરજ્જો આપવામાં આવ્યો છે. બંને ટીમે વર્લ્ડકપના લીગ મેચોના પોતપોતાના મુકાબલા જીતી લીધા હતા. આઈસીસીએ બંને ટીમને અભિનંદન પાઠવ્યા હતા access_time 3:43 pm IST

  • શ્રીલંકામાં વધુ એક બોંબ ઘડાકો? રાજધાની કોલંબોથી ૪૦ કિ.મી. દુર પુગોડા શહેરમાં બ્લાસ્ટનો અવાજ સંભળાયો : પોલીસના જણાવ્યા મુજબ આ ધડાકાનો અવાજ મેજીસ્ટ્રેટ કોર્ટ બીલ્ડીંગની પાછળ ખુલ્લી જગ્યામાંથી આવ્યો છેઃ વધુ વિગતો મેળવાઇ રહી છે access_time 11:33 am IST

  • ડોલર સામે રૂપિયો ૭૦.૧૬ ઉપર પહોંચ્યોઃ ક્રુડનો ભાવ ૭૫ ડોલર ઉપર access_time 3:25 pm IST