Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

બેન્કો સાથે ૨૬૫૪ કરોડ રૂપિયાના કોૈભાંડના આરોપી અમિત ભટનાગરને વચગાળાના જામીન મળ્યા

વડોદરા તા.રપઃ વડોદરાના જાણીતા ઉદ્યોગપતિ અને બેન્કો સાથે ૨૬૫૪ કરોડ રૂપિયાનું કોૈભાંડ કરવાના આરોપી અમિત ભટનાગરને કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા છે. પોતાના દિકરાને વિદેશ અભ્યાસ અર્થે જવાનું હોવાથી અમિત ભટનાગરે જામીન માગ્યા હોવાથી સીબીઆઇ કોર્ટે ૧૦ દિવસના જામીન મંજુર કર્યા છે.

અમિત ભટનાગર અને તેના ભાઇ સુમિત ભટનાગર તેમજ પિતા સુરેશ ભટનાગર પર વડોદરાની ૧૧ જેટલી બેન્કોની ૨૬૫૪ કરોડ રૂપિયાની લોન ન ચુકવી શકવાનો આરોપ છે. દેશમાં થયેલાં વિવિધ કોૈભાંડો વખતે હરકતમાં આવેલી સીબીઆઇ, ઇડી અને આયક વિભાગે ભટનાગર બંધુઓ અને તેમના પિતા વિરૂદ્ધ જુદા-જુદા ગુના દાખલ કરીને તપાસ કરી હતી.

(9:45 am IST)