Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ગાંધીનગર સંસદીય મતવિસ્તારના ઈવીએમ સે.-૧પ ખાતે સંપૂર્ણ સુરક્ષા સાથે સીલ કરાયા

 

ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. મતદારોએ ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન કર્યું હતું. આજે વિધાનસભા મતદાર વિભાગના ૧૯૭૫ મતદાન મથકોના .વી.એમ. મશીન અને વી.વીપેટના મશીન સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે. પ્રક્રિયા દરમ્યાન રાજકીય પાર્ટીના જવાબદાર વ્યક્તિઓ, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર એસ.કે.લાંગા, ઓર્બ્ઝવર સહિત તમામ . આર. ઉપસ્થિત રહ્યાં હતાં.

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એસ.કે.લાંગાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં ૩૬- ગાંધીનગર, ૩૮- કલોલ, ૪૦- સાણંદ, ૪૧- ધાટલોડિયા, ૪૨- વેજલપુર, ૪૫- નારાયણપુરા અને ૫૫- સાબરમતી વિધાનસભા મતદાર વિભાગનો સમાવેશ થાય છે. સાત વિધાનસભા મતદાર વિભાગના ૧૯૭૫ મતદાન મથકો પર મતદારોએ ભારે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. આજે તમામ મતદાન મથકોના .વી.એમ અને વીવીપેટના મશીન સુરક્ષિત રીતે ગાંધીનગરના સેકટર-૧૫માં આવેલા મત ગણતરી કેન્દ્ર ખાતે નિર્માણ કરવામાં આવેલા સ્ટ્રોગ રૂમમાં લાવવામાં આવ્યા છે. સ્ટ્રોગ રૂમમાં રાજકીય પક્ષોની ઉપસ્થિતમાં .વી.એમ મશીન અને વીવીપેટના મશીનો, વૈધાનિક-બિનવૈધાનિક પરબીડિયાઓ ગોઠવીને સ્ટ્રોગ રૂમને સીલ કરી દેવામાં આવ્યા છે.

(11:38 pm IST)