Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

માવઠાથી પરેશાન ખેડૂતો માટે રાહતના સમાચાર: કાલથી વરસાદનું જોર ધટશે: ગરમી વધશે

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકની વરસાદની આગાહી કરાઈ: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે

અમદાવાદ: રાજ્યમાં માવઠાથી પરેશાન ખેડૂતો માટે રાહતના સમાચાર મળી રહ્યાં છે. હવે ગુજરાતમાં હાલ કમોસમી વરસાદ નહીં પડે. આગામી પાંચ દિવસના વાતાવરણને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્ય પરથી માવઠાનું સંકટ દૂર થયું છે. હાલ રાજ્યમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી માવઠાની કોઇ સંભાવના નથી.

બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં તાપમાન વધવાની આગાહી કરી છે. ઉત્તર પશ્ચિમી પવનને કારણે ફરી ગરમીનો પારો વધશે. આગામી દિવસોમાં ચારથી પાંચ ડિગ્રી તાપમાન વધી શકે છે. આગામી 24 કલાક રાજ્યમાં સૌરાષ્ટ્ર- કચ્છમાં વરસાદની આગાહી છે તો બીજી તરફ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. આવતીકાલથી વરસાદનું જોર ઘટશે.

રાજ્યમાં માવઠાના કારણે પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે.  માવઠાને કારણે ઘઉં અને શાકભાજી સહિત બાગાયતી પાકોને મોટું નુકસાન થયું છે. માવઠાને કારણે ઘઉંનો ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. જ્યારે શાકભાજીના પાકમાં જીવાત પડી ગઈ છે. ત્યારે આ ખેડૂતો પોતાની વ્યથા કંઈક આમ વ્યક્ત કરે છે.

 

(7:44 pm IST)