Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

અરવલ્લીમાં કલેકટરની અધ્યક્ષતામાં સરકારી ઈજનેરી કોલેજની હોસ્ટેલ ખાતે NDRF ટીમ દ્વારા ભૂકંપ સબંધિત મોકડ્રીલ કરાઈ

મોડાસા;ભારતમાં ઘણી એવી જગ્યાઓ પર ભૂકંપની ઘટનાઓ ઘટી છે. જેમાં અસંખ્ય લોકો મૃત્યુ પામતા હોય છે, જોઈએ તો ભૂકંપની ઘટનામાં જોઈએ તો કચ્છ ભુજમાં ભૂકંપની ઘટનાઓ વધુ ઘટતી હોય છે. થોડા સમય પહેલા ઉત્તરાખંડમાં પણ ભૂકંપની ઘટના બની હતી, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેને પગલે હર હંમેશ ભૂકંપ આવવાથી લોકોને પોતાના જીવના જોખમે પણ બચાવ કામગીરી માટે NDRFની ટીમ ખડેપગે રહે છે, તથા ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ કરતાં હોય છે. તેઓ લોકોને ભૂકંપ જેવી ઘટનાઓમાંથી લોકોને ઉગારે છે, જે અંતર્ગત NDRF ટીમ દ્વારા અરવલ્લી જિલ્લાની સરકારી ઈજનેરી કોલેજની હોસ્ટેલ ખાતે જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરગાબાદકર તથા જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયાની ઉપસ્થિતિમાં ભૂકંપ સબંધિત મોકડ્રીલનું રિહર્સલનું આયોજન કરાયું હતું.

(9:45 pm IST)