Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

આણંદમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે રિક્ષામાં મુસાફરોની હેરાફેરી કરતો રિક્ષાચાલક પોલીસના હાથે ઝડપાયો

આણંદ:કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સમગ્ર ગુજરાતમાં ગઈકાલે મધરાતથી લોકડાઉન જારી કરી દેવામાં આવ્યું હોવા છતાં પણ આજે બપોરના સુમારે મીનરવા ગેસ્ટહાઉસ પાસે આવેલી ટ્રાફિક ચોકી પાસે જ મુસાફરોની હેરાફેરી કરતો એક રીક્ષા ચાલક ઝડપાતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે તેના વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને રીક્ષા ડીટેઈન કરી લીધી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર આજે બપોરના સુમારે લોકડાઉનને લઈને શહેર પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે ટ્રાફિક પોલીસ ચોકી પાસે એક મુસાફરો ભરેલી રીક્ષા નંબર જીજે-૦૭, વીડબલ્યુ-૦૨૧૩ની મળતાં પોલીસે તેને અટકાવીને તપાસ કરતા અંદર મુસાફરો બેઠા હતા જેથી પોલીસે રીક્ષાચાલકનું નામઠામ પુછતાં તે આણંદના સલાટીયા ખાતે રહેતો તૌસીફ સીરાજભાઈ વ્હોરા હોવાનું ખુલવા પામ્યું હતુ. લોકડાઉનને લઈને મુસાફરોની હેરાફેરી સહિત ચાર વ્યક્તિઓએ એકત્ર થવા પર પણ પ્રતિબંધ છે તેમ છતાં પણ આ રીક્ષા ચાલક મુસાફરોની હેરાફેરી કરતા પકડાતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

(5:27 pm IST)