Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

વડોદરાના સલાટવાડા વિસ્તારમાં કોર્પોરેશનના કર્મચારીને ચપ્પુની અણીએ રાખી કોઠી ચાર રસ્તા નજીક લૂંટવામાં આવ્યો: પોલીસ ફરિયાદ દાખલ

વડોદરા:સલાટવાડા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ માતાની હોસ્પિટલ ફીના નાણાં અરજન્ટ ભરવા માટે જતા કોર્પોરેશનના કર્મચારીને આજે સવારે કોઠી ચાર રસ્તા પાસે બે વ્યક્તિઓએ ચપ્પુ બતાવી સારવાર માટેની રોકડ રકમ,  સોનાની વિંટી મળી કુલ રૃા.૨૧૬૦૦ની લૂંટ કરી હતી. કોરોનાના વાઇરસના કહેર વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વહેલી સવારે લૂંટારૃઓ શહેર વિસ્તારમાં ખેલ કરી ગયા હતાં.

આ અંગેની વિગત એવી છે કે રાજમહેલરોડ પર કુમેદાન ફળિયામાં રામનિવાસ બિલ્ડીંગમાં રહેતા શંકરસિંહ રામસિંહ ઠાકોર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરે છે. તેમની માતા બિમાર હોવાથી સલાટવાડા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને હોસ્પિટલમાંથી તેમના ભાઇનો ફોન આવતા શંકરસિંહ એક  કાળા રંગનું નવુ પાકીટ લઇને સવારે હોસ્પિટલ તરફ પોતાના સ્કૂટર પર જતા હતાં. કોઠી ચાર રસ્તાની આગળ પહોંચતા ટુ-વ્હીલર પર ૨૪થી ૨૬ વર્ષની વયના બે યુવાનો આવ્યા હતા અને એસએસજી હોસ્પિટલમાં કઇ બાજુથી જવાશે તેમ પુછતા શંકરભાઇએ સ્કૂટર ઉભુ રાખ્યુ હતુ જેથી ટુ-વ્હીલર પર આવેલી બે વ્યક્તિ પૈકી પાછળની સીટ પર બેસેલી વ્યક્તિએ નીચે ઉતરી શંકરભાઇનું સ્કૂટર બંધ કરી દીધુ હતું.

(5:21 pm IST)