Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

રાજ્યમાં લોકડાઉન અને ક્વૉરન્ટીનનો ભંગ બદલ પોલીસની આકરી કાર્યવાહી :544 કેસ નોંધાયા: 426 લોકોની અટકાયત

ગાંધીનગર : રાજ્યમાં કોરોના પોઝિટિવની સંખ્યા 35એ પહોંચી છે સમગ્ર રાજ્યમાં લોકડાઉનનો અમલ સફળ રહ્યો છે. છતાં રાજ્યમાં આ જાહેરનામાનો અને ક્વૉરન્ટીનો ભંગ કરનારા લોકો સામે કેસ નોંધવા પડ્યા છે. રાજ્યમાં કુલ 544 કેસ નોંધવા પડ્યા છે.
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ગાંધીનગરમાં પત્રકારોને માહિતી આપી હતી કે રાજ્યમાં ગઈકાલથી આજ સુધી જાહેરનામાના ભંગના 238 ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં કુલ ગુના 299 છે. આ ઉપરાંત ક્વૉરન્ટીનના ભંગ કરનારાના સામે 127 ગુના નોંધાયા છે જેમાં કુલ ગુના 147 નોંધવામાં આવ્યા છે. કુલ 544 ગુના આ ભંગ બદલ નોંધાયા છે જેમાં પોલીસ દ્વારા 426 લોકોની અટક કરી છે.

રાજ્યના પોલીસ વડાએ નાગરિકોને અપીલ કરી છે કે જે સ્થળે આવશ્યક સેવાઓ શરૂ રાખવામાં આવી છે ત્યાં ભીડભાડ ન કરે, આવા સ્થળોએ ચીજ-વસ્તુઓ લેતી વખતે એકબીજાથી ચોક્કસ અંતર આવે તે દુકાનદારે સુનિશ્ચિત કરવું,લોકો સ્વયંભુ એવું આયોજન કરે જેથી એક સાથે બધા લોકો બજારમાં જરૂરી વસ્તુઓ લેવા ન નિકળે. આ માટે સ્થાનિક કક્ષાએ દરેક સોસાયટીમાં સંક્લન કરી વારાફરતી જીવન જરૂરિયાતોની ચીજો લેવા નીકળી શકાય તેવું આયોજન કરવું, લોકડાઉન દરમિયાન નાગરિકોને કોઈ પણ મદદની જરૂર પડે તો ઇમરજન્સી નંબર 100 ડાયલ કરો.,લોકડાઉનમાં આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા વાહનો મુક્ત રીતે અવરજવર કરી શકે તેની છૂટ છે. આમ છતાં કોઈ નાગરિકોના ધ્યાને કોઈ મુશ્કેલી આવે તો સ્થાનિકોને અપીલ કરવી.પોલીસ આવશ્યક ચીજો-સેવાઓ અને મીડિયાના કર્મીઓને તેમનું કામ કરવામાં સહકારમાં આપે અને આ સેવાઓ સાથે સંકળાયેલા લોકો પણ પોલીસને સહકાર આપે

(8:59 pm IST)