Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

પાટણ બેઠક કોંગ્રેસ માટે શિરદર્દ બની :જગદીશ ઠાકોરને ટિકિટ સામે અલ્પેશ ઠાકોરનો વિરોધ

બંને નેતાઓએ કોઈ વિવાદ નહિ હોવાનું કહ્યું :અમિત ચાવડા અને ઠાકોર નેતાઓ વચ્ચે બેઠક :ઉકળતો ચરુ

 

પાટણ લોકસભાના ઉમેદવારની પસંદગી કોંગ્રેસ માટે શિરદર્દ બની છે પાટણ બેઠક પર નેતાઓ જગદીશ ઠાકોરને ટીકીટ આપવાની તરફેણ કરી રહ્યાં છે જ્યારે અલ્પેશ ઠાકોર સમર્થનનો વિરોધ કરી રહ્યાં છે. વચ્ચે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ઠાકોર નેતાઓ વચ્ચે બેઠક યોજાઇ હતી.અને મોડેથી કોઈ નિર્ણય લેવાયતેવી ધારણા છે

   અલ્પેશ ઠાકોરનાં વિરોધ પછી જગદીશ ઠાકોર અને ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળ્યા હતા.અમિત ચાવડાએ અલ્પેશ અને જગદીશ ઠાકોરને એકમત થઇને ઠાકોર સમાજમાં કોને ટિકિટ આપવી તે બાબતે વિચારણા કરવામાં આવશે. અંગે જગદીશ ઠાકોર અને અલ્પેશ ઠાકોરએ બંનેએ કહ્યું હતું કે, અમારી વચ્ચે કોઇ વિવાદ નથી

   અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એવી ચર્ચા હતી કે અલ્પેશ ઠાકોર ભાજપની ટિકિટ પરથી પાટણની બેઠક પર લોકસભાની ચૂંટણી લડશે. તેઓ રાજીનામુ આપશે તો ખાલી પડનારી વિધાનસભાની રાધનપુર બેઠક પરથી શંકર ચૌધરી પેટા ચૂંટણી લડશે આમ લોકસભાની ચૂંટણીઓ જાહેર થાય ત્યાર પહેલાં પ્રકારની રાજકીય ગતિવિધિ વધી ગઈ હતી. અંતે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં રહેવાનો નિર્ણય કર્યો હતો.

(12:29 am IST)