Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

અમદાવાદ પૂર્વમાં પરેશ રાવલને બદલે કોણ ? ; છેલ્લે સીકે પટેલનું નામ પણ ચર્ચાયું

અમદાવાદ પૂર્વ બેઠક પર  ગત લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરેશ રાવલ જીત્યા હતા. જો કે હવે પરેશ રાવલે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે તેમની જગાએ હવે કોને ટિકિટ આપવી તેનુ મનોમંથન હજુ ચાલી રહ્યુ છે. આ બેઠક પર છેલ્લે સીકે પટેલનુ પણ નામ ચર્ચાયુ છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપની સેન્સ પ્રક્રિયામાં પરેશ રાવલ નિષ્ક્રિય હોવાનો વસવસો પણ વ્યક્ત થયો હતો બાદમાં પરેશ રાવલે સમય નહિ ફાળવી શકતા હોવાનું કહીને ચૂંટણી લડવા ઇન્કાર કર્યો હતો 

(8:26 pm IST)