Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ખેડા જિલ્લામાં અકસ્માતના જુદા જુદા બે બનાવમાં બેને ગંભીર રીતે ઇજા

ખેડા: જિલ્લામાં અકસ્માતના બે જુદા જુદા બનાવોમાં બે વ્યક્તિઓ ઘાયલ થયાનું જાણવા મળ્યું છે. બીડજ ગામની સીમ તેમજ ખેડા-મહેમદાવાદ રોડ પર થયેલા બે જુદા જુદા અકસ્માતોના બનાવો બાબતે ખેડા ટાઉન પોલીસ મથકે બે જુદી જુદી ફરીયાદો દાખલ કરી પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતની મળતી વિગતોમાં લીમડી-સુરેન્દ્ર નગરના રહેવાસી કમલેશભાઇ પ્રેમજીભાઇ પરમાર તા.૨૦ માર્ચના રોજ બપોરે અઢી વાગ્યાના સુમારે પોતાનું બાઇક નં.જીજે.૨૩ .એલ.૬૯૫૫ લઇ ખેડા બારીનાકા રોકડીયા હનુમાનજી મંદિરે જતા હતા. તે સમયે ખેડા-મહેમદાવાદ રોડ પર કારનં.જીજે.. એચએ.૪૧૫૫ ખેડા તરફથી પૂરઝડપે આવીને બાઇક સાથે ધડાકાભેર અથડાવી હતી

 

(5:50 pm IST)