Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

દાંતીવાડા તાલુકામા ખુલ્લેઆમ વૃક્ષોનું નિકંદન થતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી જન્મી

દાંતીવાડા: તાલુકામાં પાંથાવાડા  તાલુકામાં ખુલ્લેઆમ લીલા વૃક્ષોનું નિકંદન થતું હોવાની રાવ ઉઠી છે. વૃક્ષોનું લાકડું રાતદિવસ રોકટોક વગર જોખમી રીતે વહન કરવામાં આવે છે. જેથી અંધારામાં અકસ્માતની ઘટનાઓ બની રહી છે. લાકડાઓનું ટ્રક અને ટ્રેક્ટર જેવા વાહનોમાં હેરાફેરી થઈ રહી છે. બાબતે વન વિભાગ જાણતું હોવા છતાં કોઈ અસરકારક પગલાં નહીં ભરાતાં પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી જન્મી છે.

દાંતીવાડા તાલુકામાં સુકી ધરતીને લીલુડી બનાવવા માટે સરકાર વૃક્ષારોપણ પાછળ કરોડો રૃપિયા ખર્ચ કરે છે, પંથકના પાંથાવાડા, દાંતીવાડા સહિત જંગલને અડીને આવેલા વિસ્તારમાં પણ લીલા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું હોવાની બુમો ઉઠી છે. વૃક્ષોનું લાકડું વાહનોમાં ઠસોઠસ ભરવામાં આવે છે. જેથી વારંવાર અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

(5:48 pm IST)