Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

કલોલ પૂર્વમાં વરલી મટકાનો જુગાર રમતા એકને પોલીસે રંગે હાથે દબોચ્યો

કલોલ: પૂર્વમાં આવેલા ગરનાળા પાસેથી પોલીસે એક શખ્સને મોબાઇલ ફોનમાં વરલી મટકાનો જુગાર રમાડતા રંગે હાથે ઝડપી લઇ તેની પાસેથી ૧૯૯૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. તેમજ ઇન્દિરા નગરના ખાડામાંથી પણ જુગારીઓ ઝડપાઇ ગયા હતા.

કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલા ગરનાળા નજીક વરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે શહેર પોલીસે દરોડો કરી મોબાઇલ ફોનમાં ઓનલાઇન જુગાર રમાડતા સૂરજ ઉર્ફે સુરેશ ગોવિંદભાઇ લેઉવાને રોકડ ૪૯૦૦ તથા મોબાઇલ ફોન મળી કુલ ૧૯૯૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

(5:47 pm IST)