Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ચિલોડા-સરખેજ હાઇવે પર સિક્સ લેન કરવાની કામગિરી હાથ ધરાતા રાહદારીઓને રાહત

ગાંધીનગર:ચિલોડાથી સરખેજ માર્ગને સંપૂર્ણ સિક્સ લેન કરવાના ભાગરૃપે જગ્યાએ ફ્લાયઓવર બનાવવામાં આવનાર છે. કરોડોના પ્રોજેકટની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે તેવી સ્થિતિમાં ગાંધીનગર ચિલોડાને જોડતાં સાબરમતી નદી ઉપરના પુલની પહોળાઈ વધારવામાં આવશે.

એટલે કે બ્રિજને સમાંતર નવો બ્રીજ ઉભો કરવાની પણ વિચારણા છે તો બીજી બાજુ અડાલજ પાસે આવેલી નર્મદા કેનાલ ઉપરના પુલને પણ પહોળો કરાશે. બન્ને બ્રીજ બનાવવા માટે રાજય સરકાર કેન્દ્ર સરકાર મંજુરી માંગશે. જો કે હાલ આચારસંહિતાના દિવસોમાં મંજુરી અંગે કોઇ નિર્ણય નહીં આવે.

ચિલોડા- ગાંધીનગર - સરખેજ માર્ગને સંપુર્ણ સીક્સલેન કરવાના પ્રોજેક્ટની કામગીરી હાલ ચાલી રહી છે. નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા અહીં આસપાસના વૃક્ષો કાપીને માર્ગ પહોળા કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. ત્યારે રૃટ ઉપર -, સરગાસણ, ઉવારસદ, ખોડીયાર તેમજ વૈષ્ણવદેવી ચાર રસ્તા પાસે ઓવરબ્રીજ બનાવવામાં આવનાર છે.

(5:46 pm IST)