Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

નકલી પોલીસ અધિકારીની ઓળખ આપી વેપારી સાથે ઠગાઈ આચરનાર પિતા-પુત્રની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મંજુર કરાયા

વડોદરા:નકલી પોલીસ અધિકારીની ઓળખ આપી શોરૃમોમાં ખરીદી કરી અનેક વેપારીઓ સાથે ઠગાઇ કરનાર પિતા અને પુત્રની પોલીસે ફરી ધરપકડ કરી કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ગોત્રી પોલીસે મુળ રાજકોટના પરંતુ હાલ સુંદરપુરા ખાતે ક્રિશ રેસિડેન્સીમાં રહેતા પિયુષ ઉર્ફે યશ રાજુભાઇ ઝાલા અને તેના પિતા રાજુ ગણપતભાઇ ઝાલાની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બંનેએ અનેક વેપારીઓ સાથે પોતે પોલીસ અધિકારીઓ છે તેવી ઓળખ આપી ઠગાઇ કરી હોવાનું બહાર આવ્યું છે જેમાં ગોત્રી-વાસણા રોડ પર નિલામ્બર સર્કલ પાસે યુ.એસ.ન્યુટ્રીશીયન ખાતે પિયુષે પોતે પીએસઆઇ છે તેવી ઓળખ આપી રૃા.૨૫ હજાર કિંમતના નાઇટ્રોટેક તેમજ નાઇટ્રાફ્લેક્સના  ડબ્બા ખરીદ્યા હતા અને કાલે રૃપિયા આપી દઇશ તેમ કહ્યા બાદ બીજા દિવસે ફોન બંધ કરી દીધો હતો.

(5:44 pm IST)