Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

વડોદરાના તરસાલીમાં પ્રેમ સંબંધની અદાવતમાં કિશોરી માતા બનતા ત્રણ માસના પુત્ર સાથે અપહરણ

વડોદરા:શહેરના તરસાલી વિસ્તારમાં રહેતી કિશોરી એક યુવક સાથેના પ્રેમસંબંધના કારણે કુંવારી માતા બની હતી. અંગે કિશોરીની માતાએ પુત્રીના પ્રેમી અને તેના કાકાને ફરિયાદ કરતાં તેઓએ કિશોરીની માતાને ધમકી આપી હતી અને કિશોરીનું તેના ત્રણ માસના પુત્ર સાથે પ્રેમી અપહરણ કરી ફરાર થયો હતો

તરસાલી વિસ્તારના હિમ્મતનગરમાં રહેતા અફઝલ ફિરોજભાઈ મલેકને ૧૭ વર્ષીય કિશોરી સાથે ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતા. પ્રેમસંબંધના કારણે કિશોરી ગર્ભવતી બની હતી. કિશોરીને ત્રણ માસનો ગર્ભ હોવાની જાણ થતાં તેની માતાએ અંગેની અફઝલ અને તેના કાકા સઈદ મલેકને ફરિયાદ કરી હતી. પોતાની ભુલ હોવા છતાં અફઝલ અને તેના કાકાએ  કિશોરીની માતાને અપશબ્દો કહ્યા હતા અને તેને એવી ધમકી આપી હતી કે જો વાત કોઈને કહેશો કે પોલીસમાં ફરિયાદ કરશો તો તમને જાનથી મારી નાખીશું. તેઓની ધમકીના કારણે કિશોરીના પરિવારજનોએ કોઈ કાર્યવાહી કરી નહોંતી. દરમિયાન આશરે સાડા ત્રણ મહિના અગાઉ કિશોરીએ એક પુત્રને જન્મ આપ્યો હતો.

 

 

(5:43 pm IST)