Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

વડોદરાના કારેલીબાગમાં રિક્ષામાં લઇ જવાતો વિદેશી દારૂની 572 બોટલનો જથ્થો ઝડપાયો: યુવકની ધરપકડ

વડોદરા:શહેરના કારેલીબાગ રાત્રિબજાર પાસેથી ઓટોરિક્ષામાં વિદેશી દારૃનો જથ્થો છાણીના બૂટલેગરોને આપવા માટે જઈ રહેલા ખેપિયાની પીસીબી પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ દરોડા દરમિયાન રિક્ષાચાલક તેની રિક્ષા ઘટનાસ્થળે છોડીને ફરાર થયો હતો.

પીસીબી પોલીસને ગઈ કાલેબપોરે માહિતી મળી હતી કે કારેલીબાગ રાત્રિબજાર પાસેથી સીએનજી રિક્ષામાં લીમખેડાનો એક રહીશ વિદેશી દારૃની બોટલો લઈને પસાર થવાનો છે. માહિતીના પગલે પોલીસે ઉક્ત સ્થળે વોચ ગોઠવી હતી અને આશરે પોણા એક વાગે ત્યાંથી માહિતી મુજબના નંબરવાળી સીએનજી રિક્ષા એલ એન્ડ ટી સર્કલ તરફથી રાત્રિબજારના ટર્નિંગ પર આવતા રિક્ષાચાલક તેની રિક્ષા રોડ પર ઉભી રાખીને વિશ્વામિત્રીના કોતરોમાં ફરાર થયો હતો. દરમિયાન વોચમાં હાજર પીસીબીની ટીમે રિક્ષાને કોર્ડન કરી રિક્ષામાં બેઠેલા રાજેશ વીરસીંગ ભાંભોર (ફુલપરીગામ,લીમખેડા,દાહોદ)ને ઝડપી પાડયો હતો. પોલીસે તેની પાસેથી ૫૭,૨૦૦ની કિંમતના વિદેશી દારૃના ૫૭૨ ક્વાટરીયા ઝડપી પાડયા હતા

(5:43 pm IST)