Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ગુજરાતમાં ર૦૧૪માં ૬૩.૬૦ ટકા મતદાનમાં ર૧ વિજેતાઓની સરસાઇ ૧ાા લાખથી વધુ હતી, આ વખતના મતદાન પર મીટ

મોદીને વડાપ્રધાન બનાવવાના જુવાળ વખતે સમગ્ર દેશનું મતદાન ૬૬.૪૦ ટકા હતુ : કોંગ્રેસને ૩ર.૯૦ ટકા મત મળેલાઃ ભાજપે પ૯.૧૦ ટકા મત સાથે તમામ ર૬ બેઠકો જીતેલી

રાજકોટ તા.રપઃ આજથી પાંચ વર્ષ પહેલા લોકસભાની ૨૦૧૪ની ચૂંટણી વખતે સમગ્ર દેશમાં ૭ તબક્કે મતદાન થયેલ. તેની સરેરાશ ટકાવારી ૬૬.૪૦ ટકા હતી. તે વખતે ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં તત્કાલીન યુપીએ સરકાર સામે નારાજગી હતી અને નરેન્દ્રભાઇ મોદીને વડાપ્રધાન બનાવવાનો જનજુવાળ હતો. તે વખતે ગુજરાતમાં ૬૩.૬૦ ટકા મતદાન થયેલ. આ વખતે કોઇ જુવાળ દેખાતો નથી એટલે મતદારો વધ્યા છતા મતદાનની ટકાવારી ઉંચી લઇ જવામાં સબંધિત સૌની કસોટી થઇ જશે. ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો મતદાનની ટકાવારી ઉંચી લઇ જવા માટે પ્રયત્નશીલ છે. જો મતદાનની ટકાવારી નીચી જાય તો વિજેતાઓની સરસાઇ ગયા વખત જેટલી જાળવવાનું અશકય જેવું થઇ જશે.

ગુજરાતમાં ૨૦૧૪માં ૨,૧૨,૨૯,૦૯૨ પુરૂષો અને ૧,૯૨,૭૪,૦૧૨ સ્ત્રીઓ સહિત કુલ ૪.૬ લાખ જેટલા મતદારો હતા આ વખતે મતદારોની સંખ્યા ૪ાા કરોડે પહોંચી છે. રાજ્યમાં ૬૩.૬૦ મતદાન થયેલ. કોંગ્રેસને ૩૨.૯૦ ટકા અને ભાજપને ૫૯.૧૦ ટકા મત મળેલ. તમામ ૨૬ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા થયા હતા તે પૈકી ૨૧ ઉમેદવારોની સરસાઇ ૧ાા લાખથી વધુ અને ૨૪ ઉમેદવારોની સરસાઇ ૧ લાખથી વધુ હતી. માત્ર સાબરકાંઠા અને આણંદના ઉમેદવાર ૬૦ હજારથી ૯૦ હજાર વચ્ચેની સરસાઇથી વિજયી બન્યા હતા. આ વખતે ઉનાળો, લગ્નગાળો વગેરે મતદાન પર અસરકર્તા પરિબળો છે. હજુ સુધી ગયા વખત જેવો કોઇ દેખીતો જુવાળ નથી. મતદાન કેટલું થાય છે? તેના પર મીટ છે.

(3:42 pm IST)