Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

નવસારી જિલ્લાની શાળાના 1300થી વધુ વિધાર્થીઓએ બનાવી માનવ સાંંકળ : મતદારોને જાગૃત કરવા પ્રયાસ

બેનરો અને પ્લેકાર્ડ્સ સાથે સુત્રોચાર કાર્ય :વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી આપીલ

નવસારીના લુંસીકુઇ મેદાન ફરતે શહેરની શાળાઓના વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચીને મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.

     નવસારી જિલ્લાની શાળાઓના 1300 થી વધુ વિદ્યાર્થીઓએ શહેરના લંંબગોળ આકારમાં ફેલાયેલા લુંસીકુઇ મેદાનની ફરતે માનવ સાંકળ રચીને મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.

    વિદ્યાર્થીઓએ હાથમાં મતદાર જાગૃતિ માટેના બેનરો અને પ્લેકાર્ડ્સ પણ રાખ્યા હતાંં અને સુત્રોચ્ચાર થકી મતદારો જાગૃત બને તથા વધુમાં વધુ મતદાન કરે એના પ્રયાસો કર્યા હતાંં. જયારે નવસારી જિલ્લા મુખ્ય ચુંટણી અધિકારીએ પણ વિદ્યાર્થીઓના પ્રયાસને બિરદાવી જિલ્લાના મતદારો જાગૃત બને અને દરેક લોકો પોતાના મતાદિકારનો ઉપયોગ કરે એવી આશા વ્યક્ત કરી હતી

 . નવસારી સહિત જિલ્લાના તમામ તાલુકામાં પણ શિક્ષણ વિભાગ દ્વારા મતદાર જાગૃતિ હેથળ આ પ્રકારે માનવ સાંકળ દ્વારા જાગૃતિકાર્યક્રમ યોજાયા હતા.

(12:28 pm IST)