Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ધાનેરા તાલુકાના કરાધણી ગામેથી ખેતરમાં જુગારધામ ઝડપાયું :નવ શકુની રંગેહાથ પકડાયા:1,25 લાખથી વધુનો મુદામાલ જપ્ત

ધાનેરા પોલીસે પણ ગઇરાત્રે કોમ્બિન્ગ નાઈટ દરમિયાન બાતમીના આધારે ધાનેરા તાલુકાના કરાધણી ગામની હદમાં ખેતરમાં ચાલતા જુગાર ધામ પર દરોડો પાડી નવ શકુનીઓને ઝડપી લીધા છે.

  આ અંગેની વિગત મુજબ ધાનેરા તાલુકાના કરાધણી ગામનો પ્રકાશ ઠાકોર નામનો વ્યક્તિ પોતાના ખેતરમાં જુગાર ધામ ચલાવતો હોવાની બાતમી મળતા ધાનેરાના પીઆઈ સી.જી.સોલંકી તેમજ પીએસઆઈ વી.જી. પ્રજાપતિએ તેમની ટીમ સાથે આ ખેતરમાં દરોડો પાડી  જુગાર રમી રહેલા નવ શકુનીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી ૫૧૮૩૦ ની રોકડ રકમ તેમજ ત્રણ મોટર સાઇકલ મળી કુલ ૧૨૬૮૩૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:24 pm IST)