Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

વે-બ્રિજના વજનકાંટામાં ચિપ્સ લગાવી : રિમોટથી હજારો ટનની ચોરી

ભંગારનો ભાવ ચાલતો હતો તેનાથી પણ ઉંચો અપાતો : કંપનીના માલિકને જાણ થતા વોચ ગોઠવી કૌભાંડ ઝડપ્યું

ગાંધીનગર તા. ૨૫ :  છત્રાલ GIDCમાં એક વે બ્રીજ પર ચિપ્સ લગાવી હજારો ટન માલની ચોરી કરતી ટોળકીને ગાંધીનગર SOG દ્વારા ઝડપી લેવાઈ છે ગાંધીનગર એસઓજીના પીઆઇ જે. જી. વાઘેલાએ કહ્યું કે, છત્રાલ GIDCમાંઙ્ગ એક કંપનીનો ભંગારનો ભાવ ચાલતો હતો તેના કરતાં પણ ઉંચો ભાવ આપવામાં આવતો હતો આ માહિતી કંપનીના માલિક દ્વારા અપાતા વોચ ગોઠવીને સમગ્ર કૌભાંડને પકડી પાડવામાં આવ્યું છે.

એસઓજીના પીઆઇ જે. જી. વાઘેલાએ કહ્યું કે, છત્રાલ GIDCમાં આવેલી મેકિસમ કંપનીમાંથી ભંગારનો ભાવ ૧૫૭ રૂપિયા ચાલતો હતો. તેની જગ્યાએ ૧૬૪ રૂપિયા ભાવ નક્કી કરાયો હતો આ ભંગાર જય બહુચર એન્ટરપ્રાઇઝના નામે ગત ૧૪ માર્ચએ ૩ લાખ અને ૧૯ માર્ચએઙ્ગ ૭ લાખ રૂપિયા RTGST જમા કરાવી દીધા હતા.બાદ આરોપીઓ ભંગાર ભરવા માટે આઇસર ગાડી લઈને આવ્યા હતા. તે સમયે આરોપીઓએ ધરમ કાંટા ઉપર ઇલેકટ્રોનિકસ ચિપ્સ લગાડી દીધી હતી. જેનાથી જે ગાડીનું વજન ૪ ટન ૯૧૦ કિલોગ્રામ થયું હતું.

સમગ્ર કૌભાંડમાં અનિલ વાઘેલા મણીનગર અમદાવાદ, પિયુષ પટણી, રવીન્દ્રસિંહ સિસોદિયા, વિનોદભાઈ પટણી, અસારવા ચમનપુરામાં રહેતો સુનિલ પટણી તમામનેઝડપી લીધા હતા. આરોપીઓ દ્વારા કંપનીના માણસો સાથે ચિપ્સ લગાવી રિમોટ દ્વારા લોડીંગનું વજન હજારો કિલો ઓછું કરી દેવામાં આવતું હતું. એક દબાવે તો એક ટન વજન ઓછું થતું હતું અને બે દબાવે તો બે ટન ઓછું થતું હતું.

આ રીતે હજારો ટન માલના કૌભાંડ કરવામાં આવતું હતું. આ બાબતની ફરિયાદ સુરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ આખી ગેંગને ઝડપી લઈને કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ પહેલા કેટલા લોકોને ભોગ બનાવવામાં આવે છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

(11:46 am IST)