Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ઉનાળાનું આગમન થતાં જ શાકભાજીના ભાવ આસમાને

લીલા શાકભાજીમાં કિલોએ રૂપિયા ૪૦થી ૬૦નો ઉછાળો નોંધાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

અમદાવાદ તા. ૨૫ : ઉનાળાની શરૂઆત થતા લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચવાથી ગૃહિણીઓનું રસોડાના બજેટ ખોરવાઈ ગયું છે.લીલા શાકભાજીની સાથે મરચા, ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે.સામાન્ય દિવસોમાં રૂ.૧૫ કિલો મળતા લીલા મરચા રૂ.૯૦ કિલો થઈ ગયા છે.જયારે ઉનાળાની શરૂઆત થતા લીંબુના ભાવ રૂ.૮૦ થી ૧૦૦ અને ટામેટા રૂ.૨૫ થી ૩૫ કિલો થઈ ગયા છે.ઉપરાંત લીલા શાકભાજીમાં રૂ. ૪૦થી ૬૦નો ઉછાળો જોવા મળ્યો છે. લીલા શાકભાજી રૂ.૬૦થી રૂ.૮૦ કિલો મળતા હતા.જે હવે વધીને ૯૦થી ૧૦૦ સુધી પહોંચી ગયા છે.જેના લીધે ગુજરાતી થાળીમાંથી દાળ ઉપરાંત લીલા શાકભાજી ગાયબ થઈ ગયા છે.

ગૃહિણીઓ શાકભાજી ખરીદતા બોલી રહી છે કે, કોના અચ્છે દિવસ આવશે તે મોંઘવારીએ બતાવી દીધુ છે. મોંઘવારી ઘટવાનું નામ દેતી નથી.જેના લીધે શાક ઓછુ લાવીને ખાવાનો વારો આવ્યો છે. શાકની જગ્યાએ કેટલીકવાર રસોઈમાં કઠોળ બનાવવામાં આવતું હતું. હોટેલ-રેસ્ટોરાંમાં ફિકસ થાળીમાંથી લીલા શાકભાજીને બદલે સસ્તા કઠોળ અથવા દુધી-ચણાની દાળનું મીકસ શાક પીરસવામાં આવી રહ્યુ છે.શહેરના કેટલીક હોટલોમાં ફીકસ થાળીના ભાવો વધારી દેવામાં આવ્યા છે.

હોલસેલ રિર્ટેઈલના ભાવમાં તફાવત 

હોલસેલ શાકમાર્કેટના વેપારીઓ જણાવી રહ્યા છે કે, શાકભાજી હોલસોલના ભાવ તો રૂ.૫૫થી ૬૫ ચાલી રહ્યા છે.આતો રીટેઈલવાળા ખોટા ભાવો લઈ રહ્યા છે.રીટેઈલના વેપારીઓ જણાવી રહ્યા છે કે, વહેલી સવારે હોલસેલમાં શાક ખરીદવા જવુ પડે છે.શાક ખરીદીને તેને ઓટોરીક્ષામાં વેચાણના સ્થળે જતા હોય છે.એટલે ખર્ચા કાઢીને શુ કિલોએ રૂ.૩૫થી ૫૦ કમાવા તો પડે ને?

શાકભાજીનો ભાવ પ્રતિ કિલો 

શાકભાજી

અગાઉ

હાલ

સરગવો

૩૦

૭૦

ટામેટા

૨૦

૩૦થી ૪૫

ટીડોડા

૫૫

૯૦

રવૈયા

૩૦

૬૦

પરવળ

૪૦

૯૦

પાલક

૨૦

૫૫

દેશી મરચા

૨૦

૯૫

લીંબુ

૨૫

૮૦

દૂધી

૧૫

૪૫

ડુંગળી

૧૬

૧૮

દેશી કાકડી

૩૫

૮૫

ચોળી

૫૫

૧૦૦

ભીંડા

૫૦

૧૦૦

આંદુ

૪૫

૧૦૦

બટાકા

૧૫

૨૫

કોબીઝ

૪૦

૬૦

કોથમીર

૫૦

૭૦

(10:05 am IST)