Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

શ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું

સુરત જિલ્લાના માંગરોળના હથોડા ગામમાં વિચિત્ર કિસ્સો :માસુમ બાળકને હોસ્પિટલે ખસેડાયો

સુરતના માંગરોળ તાલુકાના હથોડા ગામે વિચિત્ર કિસ્સો બન્યો છે માંગરોલ તાલુકાના હથોડા ગામે ઇંટના ભઠ્ઠા ઉપર મજૂરી કામ કરતા પરિવારના ચાર માસના માસૂમ બાળક ભઠ્ઠાના પડાવમાં નિર્વસ્ત્ર રમી રહ્યો હતો. ત્યારે આ ભઠઅઠામાં જ કામ કરતા અન્ય શ્રમિકના 14 વર્ષીય મંદબુદ્ધિના બાળકે નિર્વસ્ત્ર 4 માસના બાળકનાં ગુપ્તા ભાગને બચકું ભરી લીધું હતું.

     મળતી માહિતી પ્રમાણે માતાની ઘટનાની જાણ થતા દોડી જઇ મંદબુદ્ધિ સગીરની ચુંગાલમાંથી પોતાના બાળખને છોડાવ્યો હતો. જોકે, ગણતરીની મિનિટોમાં જ ઉપરોક્ત અજીબોગરીબ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા માસૂમને નજીકની કોસંબા હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

(12:05 am IST)