Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

વડોદરામાં સર્જીકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇકની પત્રિકા અંગે ભાજપ પર આચાર સંહિતા ભંગનો કોંગ્રેસે લગાવ્યો આરોપ

વડોદરા :લોકસભાની ચૂંટણીને લઇ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતાનો અમલ કરાવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે અને આદર્શ આચારસંહીતાની એક ગાઇડલાઇન રજૂ કરી છે ત્યારે કોંગ્રેસ દ્વારા ભાજપ સામે આચારસંહિતાના ભંગનો આરોપ મુક્યો છે.

  ભાજપે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારના નામની જાહેરાતની રાહ જોયા વિના જ પ્રચાર શરૂ કરી દીધો છે. જેના ભાગરૂપે આજે સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ભાજપને મતદારોનો સંપર્ક કર્યો અને મોદી સરકારની સિદ્ધીઓ દર્શાવતી પત્રિકાને લોકો વચ્ચે વહેંચી હતી.

    જો કે, આ પત્રિકામાં મોદી સરકારે કરેલી સર્જીકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો હતો અને કોંગ્રેસને આ વાતની જાણ થતા જ તેઓએ આચાર સંહીતાનો ભંગ થતો હોવાનો ભાજપ પર આરોપ મુક્યો હતો. ઉપરાંતઆ તમામ પત્રિકાઓને પરત લેવા માટેની માંગ કરી છે

 બીજી તરફ જિલ્લા કલેક્ટરે આ સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી છે અને રાજ્ય ચૂંટણી પંચને આ મામલે માહિતગાર કરીને કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી હતી.

(11:23 pm IST)