Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

પોરબંદર પાસે લલિતભાઇ વસોયાની કારને અકસ્માતઃ મહિલાને ઇજા

પોરબંદરમાં ટીવી ડીબેટમાં ભાગ લેવા જઇ પરત ફરતા અકસ્માતઃ પોતાની ર કાર હતીઃ લલિતભાઇની કાર હેમખેમ

પોરબંદર તા. રપ :.. અહીં એરપોર્ટ પાસે કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઇ વસોયાની કારની હડફેટે પોરબંદરના મહિલા વિશાબેન હરેશચંદ્ર મહેતાને ઇજા થતાં ભાવસિંહજી સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયેલ છે.

આ અકસ્માત અંગે પોરબંદરના વાડી પ્લોટમાં રહેતા નીતાબેન ઉમાકાન્તભાઇ વસાવડાએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે ગઇકાલે સાંજે સફેદ કલરની ફોર્ચ્યુન કારના ચાલકે પુરઝડપે કાર ચલાવીને એરપોર્ટ પાસે વિશાબેન હરેશચંદ્ર મહેતાને હડફેટે લઇને ઇજા કરતા વિશાબેનને ભાવસિંહજી સરકારી હોસ્પિટલે ખસેડાયેલ છે તેમને પગમાં ફ્રેકચર ઇજા થઇ છે. ધારાસભ્ય લલિતભાઇ વસોયા ગઇકાલે પોરબંદરમાં એક ટીવી ડીબેટ કાર્યક્રમમાં ભાગ લેવા જઇ રહ્યાં હતાં અને પરત ફરતા તેની આગળ જઇ રહેલ કારની ઠોકરે મહિલાને ઇજા થયેલ. અને લલિતભાઇ તેમની બીજી કારમાં બેઠા હતાં.

પોરબંદરથી પરત ફરી રહેલ ત્યારે આગળ મારી કાર જઇ રહેલ અને  હું મારી બીજી કારમાં બેઠો હતોઃ લલિતભાઇ વસોયા

રાજકોટ, તા. રપ : પોરબંદર પાસે અકસ્માત અંગે ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય લલિતભાઇ વસોયાએ 'અકિલા'ને જણાવ્યું હતું કે હું પોરબંદરથી પરત ફરી રહ્યો હતો ત્યારે આગળ મારી ગાડી જઇ રહી હતી અને હું બીજી ગાડીમાં બેઠો હતો ત્યારે રસ્તા વચ્ચે એક મહિલાને હડફેટે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડેલ છે.

 

(11:39 am IST)