Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

કોંગ્રેસનું વર્તન પાકિસ્તાની પાર્ટી જેવું : જો ભાજપ હારી જાય તો પાકિસ્તાનમાં દિવાળી જેવો માહોલ થાય :મુખ્યમંત્રી વિજયભાઈ ગુજરાતમાં ભાજપાએ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા :મુખ્યમંત્રી રૂપાણીના કોંગ્રેસ પર આકરા પ્રહાર

અમદાવાદ :લોકસભા ચૂંટણી આડે એક મહિનો રહયો છે ભાજપાએ પોતાના અડધા ઉમેદવારો જાહેર કર્યા છે ત્યારે ગુજરાતમાં ભાજપે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે

   રાજ્યના મુખ્યમંત્રીએ પ્રચારના શ્રીગણેશની સાથે જ કોંગ્રેસ પર પ્રહાર શરૂ કર્યા હતા તેમણે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, કોંગ્રેસ પાકિસ્તાનની પાર્ટી હોય તેવું સતત વર્તન કરી રહી છે. ભાજપા આ લોકસભા ચૂંટણી હારશે તો, પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે.

   મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આક્ષેપ કરતા કહ્યું કે, પાકિસ્તાન જે રીતે ચૂંટણી જીતવા નિવેદનો કરી રહ્યું છે તે જોતા લાગે છે કે, કોંગ્રેસ પાકિસ્તાનની પાર્ટી છે.સીએમ રૂપાણીએ એવું પણ કહ્યું કે, જો ભાજપા લોકસભા ચૂંટણી હારી જાય તો, પાકિસ્તાનમાં દિવાળી જેવો માહોલ થાય અને ત્યાં જોરશોરથી ફટાકડા ફૂટશે 

(7:49 pm IST)