Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

વડોદરાના પોર ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઈક ચાલકનું કરૂણ મોત : અરેરાટી

અજાણ્યા વાહનની ઠોકરે ડભોઈના સુલતાનપુરના ડાહ્યાભાઈ વણકરનું મોત

વડોદરા :નેશનલ હાઇવે નંબર ૪૮ પર આવેલા વડોદરા તાલુકાનાં પોર ગામ નજીક કોઇ અજાણ્યા વાહનથી ટક્કરાયને મોટરસાયકલ ચાલકનું કરુણ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

 મળતી વિગત મુજબ પોર ખાતે આવેલી રમણગામડી રોડ પર આવેલી કંપનીમાં નોકરી કરતા વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાનાં સુલતાનપુરાના રહેવાસી ડાહ્યાભાઇ ભગાભાઇ વણકર ની મોટરસાયકલ નંબર જીજે – ૦૬ – એમ એફ ૬૩૭૯ લઇ સવારના સાતેક વાગ્યાના પરોઢિયે નોકરી પર જઈ રહ્યા હતા. ત્યારે પોર જવાના માર્ગ પર અમૃતસર ખાલસા હોટલ સામે કોઇ અજાણ્યા વાહને પોતાનું વાહન પુરઝડપે ગફલતભરી રીતે હંકારી ડાહ્યાભાઈની મોટરસાયકલને ટક્કર મારતા મોટરસાયકલ ડિવાઈડર સાથે અથડાતા ડાહ્યાભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજવા પામ્યું હતું.

ઘટના સંદર્ભે સુરેશભાઇ ડાહ્યાભાઇ વણકરે વરણામા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(8:39 am IST)