Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

અંકલેશ્વરમાં બાપુનગર ઓવરબ્રિજ પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્શો ઝડપાયા

અંકલેશ્વર : શહેર પોલીસે બાપુનગર ઓવરબ્રિજ પાસે જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

   મળતી વિગત મુજબ અંકલેશ્વરના બાપુનગર ઓવરબ્રિજ નજીક ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટ નીચે કેટલાક ખેલીઓ પાનાપત્તાનો જુગાર રમી રહ્યા છે. જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાશભાગ મચી જવા પામ્યો હતો

   . પોલીસે સ્થળ પરથી દાવ પર મુકેલા 1270 અને અંગ ઝડતીમાંથી 9 હજાર 850 મળી કુલ 11 હજારથી વધુના મુદ્દામાલ સાથે સુરવાડી ગામના પટેલ ફળિયામાં રહેતા ધર્મેશ કાંતિભાઈ પટેલ, સોયેબ ઉર્ફે ભુરીયો યુસુફ નવાબ, લક્ષ્‍મણ સવજીભાઈ પટેલ સહીત અન્ય બે જુગારીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:32 pm IST)