Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

મુંબઇથી ડાકોર દર્શને જતા દર્શનાર્થીઓની મીની બસનો ઉમરેક પાસે અકસ્‍માત : છને ગંભીર ઇજા થતા ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા : ઇજાગ્રસ્‍તોને રેફરલ હોસ્‍પિટલમાં લઇ જવાયા

ડાકોર : મુંબઇથી ડાકરો દર્શને જતા દર્શનાર્થીઓની મીની બસનો ઉમરેઠ પાસે અકસ્‍માત થતા બસમાં રહેલ છ ને ગંભીર ઇજા થતા ખાનગી હોસ્‍પિટલે ખસેડાયા છે જયારે અન્‍ય ઇજા ગ્રસ્‍તોને રેફરલ હોસ્‍પિટલમાં લઇ જવાયા છે.

દર્શનાર્થીઓની ટેપો ટ્રાવેલર-મીનીબસને ડાકોર નજીક ઉમરેઠ પાસે અકસ્માત નડતા વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે. સમી સાંજે 7.30 થી 8 વાગ્યાના સુમારે મુંબઈના દર્શનાર્થીઓની ટેમ્પો ટ્રેક્સ ગાડી ડાકોર-ઉમરેઠ વચ્ચેના બ્રિજ પાસે એત ખાડાને લીધે પલટા ખાઈ ગઈ હતી. ટેમ્પો ટ્રેક્સમાં 15 જેટલા મુસાફરો સવાર હતાં. અકસ્માતમાં વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે. જેમને 108 મોબાઈલ વાન દ્વારા નડિયાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર્થે ખસેડાયા છે,

જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને ડાકોરની રેફરલ હોસ્પિટલમાં સારવાર્થે લઈ જવાયા છે. દુર્ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(12:45 am IST)